Homeગુજરાતપરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનું રથ આંદોલન;  અસ્મિતા ધર્મ રથ ચોટીલા પહોંચતા કરાયું...

પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનું રથ આંદોલન;  અસ્મિતા ધર્મ રથ ચોટીલા પહોંચતા કરાયું સ્વાગત

પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.  ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં અસ્મિતા ધર્મરથ શરૂ કરવામાં આવ્યો છે. બુધવારે ક્ષત્રિય સમાજનનો આ અસ્મિતા ધર્મ રથ કાઠી સમાજના આસ્થા કેન્દ્ર એવા સુરજ  દેવળ પહોંચ્યો હતો અને ત્યાંથી ચોટીલા આવી પહોંચ્યો હતો.

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો અસ્મિતા રથ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો અસ્મિતા રથ

થાનગઢ ચાર રસ્તા પર આ ધર્મ રથનું સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે રેલી પણ યોજવામાં આવી હતી. જેમાં ચોટીલાના કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ  અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા.  જય ભવાની ભાજપ જવાની’  તેવા નારા સાથે આ અસ્મિતા રથ આગળ વધ્યો હતો. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પાટડીના ધામા ખાતેથી અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ફરી અને સુરેન્દ્રનગર ખાતે વિરામ લેશે.

RELATED ARTICLES

Most Popular