Homeદેશરાજસ્થાનના જયપુરમાં ભયંકર અકસ્માત; ટ્રેક્ટર પર ખાબક્યું ટ્રેલર

રાજસ્થાનના જયપુરમાં ભયંકર અકસ્માત; ટ્રેક્ટર પર ખાબક્યું ટ્રેલર

રાજસ્થાનના જયપુરમાં એક ભયંકર અકસ્માત સર્જાયો. મોટું ટ્રેલર ઉપરના રોડ પરથી નીચેના રોડ પર પડ્યું. દરમિયાન નીચેના રોડ પરથી જઈ રહેલા ટ્રેક્ટરના ફૂરચા બોલી ગયા. નીચેના રોડ પરથી પાણીનુંમ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન અચાનક ઉપરના રોડ પરથી પસાર થઈ રહેલું ટ્રેલર રેલિંગ તોડીને નીચે ગબડી પડ્યું અને ટ્રેક્ટર પર પડ્યું. જેને કારણે ટ્રેક્ટરનો સત્યાનાશ વળી ગયો.જો કે સદનસીબે ટ્રેક્ટરના ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. તેના હાથમાં ફ્રેક્ચર થયું છે અને ચહેરા પર થોડી ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. તેણે કહ્યું કે બાલાજીએ મને બચાવ્યો છે.

જયપુરના કરધની વિસ્તારના નિવારુ પુલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.ઉપરના રોડ પરથી જઈ રહેલા ટ્રેલરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેણે એક કારને ટક્કર મારી અને પછી ડિવાઈડર કૂદીને બીજી લેનમાં ઘૂસી ગયું અને ત્યાંથી રેલિંગ તોડી નીચે ખાબક્યું. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે ચંદાલાલે મૃત્યુને હરાવ્યું છે.જો તે થોડા ઈંચ પણ આગળ હોત તો ટ્રેલર તેના માથા પર આવી ગયું હોત. આ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular