Homeગુજરાતવીજળીના કડાકા સાથે રાજ્યમાં ભારે વરસાદની આગાહી; અંબાલાલ પટેલે શું કરી આગાહી?...

વીજળીના કડાકા સાથે રાજ્યમાં ભારે વરસાદની આગાહી; અંબાલાલ પટેલે શું કરી આગાહી? જાણી લો

ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ કરી છે. એવામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 11 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમના જણાવ્યા પ્રમાણે કચ્છ અને મધ્ય ગુજરાતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. જ્યારે 11 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં આગામી બે દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES

Most Popular