Homeમુખ્ય સમાચારસંતરામપુરના પરથમપુરમાં ફરી થશે મતદાન; બૂથ હાઈજેક અને બોગસ વોટિંગના પ્રયાસનો વીડિયો...

સંતરામપુરના પરથમપુરમાં ફરી થશે મતદાન; બૂથ હાઈજેક અને બોગસ વોટિંગના પ્રયાસનો વીડિયો થયો હતો વાયરલ

દાહોદ લોકસભા અંતર્ગત એક મતદાન મથકે ફરી મતદાન કરવાનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. સંતરામપુરના પરથમપુરમાં મતદારોને ફરી વખત મતદાન કરવું પડશે. મતદાન મથકને હાઈજેક કરી બોગસ મતદાનનો વીડિયો વાયરલ થયો હતો. વિજય ભાભોર નામના યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો સામે આવ્યા બાદ તેની ગંભીરતા સમજીને ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિજય ભાભોર નામનો યુવક મતદાન મથકમાં ગયો હતો અને મતદાન મથકના કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે હજુ થોડું મતદાન કરવા દો આખો દિવસ ચાલે જ છે ને. અહીં તો ભાજપ જ ચાલે. એવું કહેતો તે સંભળાઈ રહ્યો છે. સાથે સાથે ઈવીએમ પણ તેના વીડિયોમાં દેખાય છે. મહત્વનું છે કે આ વિજય ભાભોર સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પુત્ર અને ભાજપનો કાર્યકર છે.

RELATED ARTICLES

Most Popular