Homeગુજરાતબગડી શકે છે સાતમ આઠમનો તહેવાર; હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

બગડી શકે છે સાતમ આઠમનો તહેવાર; હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

સાતમ આઠમનો તહેવાર કદાચ લોકોએ ઘરમાં જ મનાવવો પડી શકે છે. કારણ કે સાતમ આઠમમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સાતમ-આઠમના તહેવારના દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રવિવારે સાતમ અને સોમવારે આઠમ છે. ત્યારે આ સાતમ આઠમમાં પણ સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. કારણ કે ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેને કારણે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 29 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. 25 ઓગસ્ટના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી જે ઓફ શોર ટ્રફ હતું તે હવે આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય થયું છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનના બિકાનેર પર મોન્સૂન સિસ્ટમ સક્રિય હતી જે ગુજરાત તરફ આવી છે.  જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેસર આગળ વધીને મધ્યપ્રદેશ પર સક્રિય થયું છે. અને 26 અને 27 તારીખ દરમિયાન તે ગુજરાત સુધી પહોંચવાની સંભાવના છે. જેની અસરથી પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આગાહીને લઈને સાતમ આઠમના તહેવારોને વરસાદનું વિઘ્ન નડી શકે છે.  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 ઓગસ્ટના દિવસે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ છે.

26 ઓગસ્ટ અને જન્માષ્ટમીના દિવસે અમરેલી, ભાવનગર, ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ જ્યારે ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી અને ડાંગમાં યલ્લો એલર્ટ છે.

27 ઓગસ્ટની વાત કરીએ તો 27 ઓગસ્ટના દિવસે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

આમ સાતમ, આઠમમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular