Homeદેશસ્કૂટર પર લઈ જવાઈ રહેલા ફટાકડા નીચે પડતાં વિસ્ફોટ; એક વ્યક્તિનું મોત

સ્કૂટર પર લઈ જવાઈ રહેલા ફટાકડા નીચે પડતાં વિસ્ફોટ; એક વ્યક્તિનું મોત

આંધ્ર પ્રદેશના એલુરુમાં દિવાળીની દિવસે દુર્ઘટના સર્જાઈ. સ્કૂટર પર લઈ જવામાં આવી રહેલા ફટાકડાનું બોક્સ નીચે પડતાં જ ભયાનક વિસ્ફોટ થયો. જેને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે 6 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો – સુરતમાં મૃતકના પરિવારજનો સાથે સ્મશાનમાં એવું થયું કે…

સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે એલુરુના રહેણાંક વિસ્તારમાં એક સાંકડા રસ્તા પર કેટલાક પુરુષો વાતો કરી રહ્યા હતા આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર પર બે પુરુષો એક બોક્સમાં ‘ઓનિયન બોમ્બ’ ભરીને લઈ જઈ રહ્યા હતા. દરમિયાન વાતો કરી રહેલા લોકો પાસે આવ્યા ત્યારે ત્યાં ખાડામાંથી સ્કૂટર પસાર થતાં ઓનિયન બોમ્બનું બોક્સ નીચે પડ્યું અને અચાનક ભયંકર વિસ્ફોટ થયો.જેને કારણે એક પુરુષનું મોત થયું જ્યારે 6 લોકોને ઈજા પહોંચી.

એકનું મોત, 6 દાઝ્યા
દિવાળીના દિવસે બપોરે 12 વાગ્યાને 17 મિનિટે આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ‘ઓનિયન બોમ્બ’ પડવાને કારણે થયેલા વિસ્ફોટનો અવાજ IED બોમ્બ બ્લાસ્ટ જેટલો જોરદાર હતો. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કાગળના ટુકડા ઉડવા લાગ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે સ્કૂટર સવારની ઓળખ સુધાકર તરીકે થઈ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા છ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ફટાકડાને કારણે આટલો મોટો વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં પણ 30 ઓક્ટોબરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બે મહિલાઓ સહિત 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

RELATED ARTICLES

Most Popular