શામજી ચૌહાણે ભ્રષ્ટ અધિકારીઓ સામે ઊઠાવેલા મુદ્દાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. શામજી ચૌહાણના નિવેદન મામલે આપના નેતા રાજુ કરપડાએ પ્રતિક્રિયા આપતા શામજી ચૌહાણનું નિવેદન ચૂંટણીલક્ષી ગણાવ્યું છે.

રાજુ કરપડાએ કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ અત્યાર સુધી શામજી ચૌહાણને ભ્રષ્ટાચાર ન દેખાયો અને હવે ચૂંટણી સમયે આવી વાત કરી રહ્યા છે. જે બે મોઢાની વાત લાગી રહી છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય અને સાંસદની રહેમનજર હેઠળ જ આવા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોય છે. ગુજરાતના દરેક ધારાસભ્યને પડકાર ફેંકતા રાજુ કરપડાએ કહ્યું કે જો ધારાસભ્યો કહે તો તેમના વિસ્તારના જે-તે વિભાગનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા પણ તેઓ તૈયાર છે.