Homeગુજરાતવડોદરાના શિનોરમાં જીવલેણ અકસ્માત; બે બાઈકની ભયંકર ટક્કર થતાં 3ના મોત

વડોદરાના શિનોરમાં જીવલેણ અકસ્માત; બે બાઈકની ભયંકર ટક્કર થતાં 3ના મોત

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં દિવાળીના સપરમા તહેવાર સમયે જીવલેણ અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. મોડી રાત્રિના સમયે શિનોર તાલુકાના સીમળી અને સેગવા ચાર રસ્તા વચ્ચે બે બાઈક ચાલક સામ સામે ટકરાતાં ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય વ્યક્તિઓને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકના ટાયર અને અન્ય પાર્ટ્સ છૂટા પડી ગયા હતા.

એક બાઈક પર ત્રણ બાળકો અને પતિ-પત્ની
સામે આવેલી વિગતો પ્રમાણે એક બાઈક પર 5 વ્યક્તિઓ અને બીજી બાઈક પર 2 વ્યક્તિ સવાર હતી. ડભોઇના વણાદરાથી યુવક દીનેશ વસાવા તેની પત્ની અને ત્રણ બાળકો સાથે શિનોરના સીમળી ગામે જઈ રહ્યો હતો.જ્યારે સામેથી આવી રહેલી બાઈક પર બે શ્રમિકો સવાર હતા જેઓ મોટા ફોફળિયા ગામથી સેગવા તરફ જતા હતા.
સીમળી અને સેગવા વચ્ચે બંને બાઈક સામે સામે ધડાકાભેર અથડાઈ. જેમાં દીનેશ વસાવા અને તેમની 8 વર્ષની પુત્રીનું મોત થયું. જ્યારે સામેની બાઈક પરના એક શ્રમિકનું પણ મોત નિપજ્યું. આમ કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા. જ્યારે અન્ય બે બાળકો અને દીનેશના પત્ની તથા સામેની બાઈક પરના એક શ્રમિકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. ઘટના અંગે શિનોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈકચાલક યુવક દીનેશના મોતથી તેમનાર પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

RELATED ARTICLES

Most Popular