Homeગુજરાતસુરતમાં લક્ઝરી બસ બની બેફામ; 7થી 8 વાહનોને લીધા અડફેટે

સુરતમાં લક્ઝરી બસ બની બેફામ; 7થી 8 વાહનોને લીધા અડફેટે

સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. એક ટ્રાવેલ્સ બસના ચાલકે નાનાં-મોટાં 7થી 8 વાહનોને અડફેટે લીધાં.જો કે ટ્રાવેલ્સ બસનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થાય એ પહેલાં કામરેજ ચાર રસ્તા પાસે લોકોએ તેને ઝડપી લઈને પોલીસને સોંપ્યો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયાની પણ આશંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર કનૈયા ટ્રાવેલ્સની બસ બેફામ બની હતી. કામરેજ ટોલ પ્લાઝાથી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને વાહનોને અડફેટે લેતાં તે કામરેજ સુધી આવ્યો. જેમાં કાર, બાઈક, રિક્ષા સહિતનાં 7થી 8 વાહનોને અડફેટે લીધા હતા. આ બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હતી. લોકોએ બસના ચાલકને પકડી પાડી પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા પ્રમાણે બસચાલક પૂરઝડપે આવી રહ્યો હતો એ દરમિયાન રસ્તામાં જે લોકો અને વાહનો હતા તેને અડફેટે લીધા હતા.જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમજ બે મહિલાઓને ઈજા પહોંચી છે. બસચાલક દારૂના નશામાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular