Homeગુજરાતસુરેન્દ્રનગરમાં સરાજાહેર ફાયરિંગ કરી એક પુરુષની હત્યાથી ખળભળાટ

સુરેન્દ્રનગરમાં સરાજાહેર ફાયરિંગ કરી એક પુરુષની હત્યાથી ખળભળાટ

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં સરાજાહેર હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે જીતુભા ગોહિલ નામના પુરુષ જોરાવર નગરમાં પાન પાર્લર ચલાવતા હતા. જેમણે ગયા વર્ષે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો.દરમિયાન વનરાજભાઈ ખાચરને તેમણે બાકીમાં ફટાકડા આપ્યા હતા. જેના બાકી રૂપિયાની તેઓ ઉઘરાણી કરી રહ્યા હતા.જેને લઈને વનરાજભાઈ ખાચર સહિત પાંચ ઈસમો તેમના પાન પાર્લર પર આવ્યા અને જીતુભા પર ફાયરિંગ કર્યું. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા જીતુભાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા.ફાયરિંગની આ ઘટના બાદ વેપારીઓ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મૃતક જીતુભાના પરિવારજનો પોલીસ પાસે ન્યાયની માગ કરી રહ્યા છે. આરોપીઓને બને એટલી વહેલી તકે ઝડપી લઈને તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ છે.

RELATED ARTICLES

Most Popular