Homeગુજરાતસુરેન્દ્રનગર પોલીસ સામે એક યુવકના ચોંકાવનારા આક્ષેપથી ખળભળાટ

સુરેન્દ્રનગર પોલીસ સામે એક યુવકના ચોંકાવનારા આક્ષેપથી ખળભળાટ

સુરેન્દ્રનગર પોલીસની નીતિરીતિ સામે સવાલો ઊઠાવતો એક વીડિયો વાયરલ થયો છે. શું સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે? શું અહીં દારૂ અને જુગારના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે? આવા સવાલ આ વીડિયો જોયા પછી તમને પણ થશે.

બકા નામથી ઓળખાતા એક યુવકે સુરેન્દ્રનગરમાં કેટલાક સ્થળોએ જુગારના અડ્ડા ચાલતા હોવાનો અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો દાવો કર્યો છે અને વીડિયો વાયરલ કરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સામે ચોંકાવનાર આક્ષેપ કર્યા છે.

યુવકે વીડિયોમાં કેટલાક ઈસમોના નામ પણ જણાવ્યા છે. અને પોલીસ તેમની પાસેથી હપ્તો લેતી હોવાનું પણ કહી રહ્યો છે. ત્યારે આ યુવકના આરોપ જો સાચા હોય તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊઠે છે. આ મામલે ઉચ્ચ સ્તરેથી પારદર્શી તપાસ થાય તો બધું સામે આવી શકે તેવું લોકોનું કહેવું છે.

RELATED ARTICLES

Most Popular