Homeમનોરંજનતું મારો દરિયો ને કાંઠોય તું; Tu maro dariyo ne kantho y...

તું મારો દરિયો ને કાંઠોય તું; Tu maro dariyo ne kantho y tu.. lyrics

તું મારો દરિયો ને કાંઠોય તું;
તું આખો દરિયો ને છાંટોય તું.
તારી નજર છે દરદનું મલમ,
દિલમાં ફસાયો એ કાંટોય તું.
હર એક જનમથી, માંગી કસમથી,
ત્યારે મળી આવડી દોસ્તી..
જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે,
ત્યારેય સાથે જવું હોંશથી.
ઝીલવા છે જાદુ ભરેલા,
સપનાઓ ચારેય આંખે;
દુનિયાને કહેવા દે ઘેલા,
એનો ભરમ એ જ રાખે;
એના સવાલોને કાને ના ધરતો,
ક્યારેક દેશું જવાબો.
એકબીજાને જ દેવાના થાશે,
આ જિંદગીના હિસાબો.
હર એક જનમથી, માંગી કસમથી,
ત્યારે મળી આવડી દોસ્તી.
જીવવામાં જોડે, પણ શ્વાસ છોડે
ત્યારેય સાથે જવું હોંશથી.
તું મારો દરિયો ને કાંઠોય તું.
તું આખો દરિયો ને છાંટોય તું.

RELATED ARTICLES

Most Popular