Homeગુજરાતવડોદરામાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર પશુપાલકોનો હુમલો; એકને ફ્રેક્ચર એકને માથામાં...

વડોદરામાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર પશુપાલકોનો હુમલો; એકને ફ્રેક્ચર એકને માથામાં ઈજા

વડોદરામાં ફરી એક વખત ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વડોદરાના ગોલ્ડન ચાર રસ્તા પાસે પાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓ ઢોર પકડવા ગયા હતા. જે દરમિયાન પશુપાલકોએ ઝપાઝપી કરી અને લાકડી અને પથ્થર વડે હિંસક હુમલો કર્યો.  એક કર્મચારીને પથ્થર વાગતા માથામાં ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય એક કર્મચારીને હાથમાં લાકડી વાગહતા ફ્રેક્ચર થયું છે. હરણી પોલીસે આ સમગ્ર મામલે હુમલો કરનારા પશુપાલકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઢોર પાર્ટીના કર્મચારી ધર્મેન્દ્રસિંહે જણાવ્યું કે, તેઓ રસ્તા પર રખડતી ગાયો પકડવા માટે નીકળ્યા હતા. ગોલ્ડન ચોકડી ખાતે 4 ગાયો રખડતી હતી. જેમાંથી એક ગાય અને એક વાછરડીને પકડીને હરણી ચેકપોસ્ટ પાસે ઉભા હતા એ દરમિયાન પહેલાં એક ભરવાડ ત્યાં આવ્યો અને પછી થોડી વારમાં બીજા ચારથી પાંચ ભરવાડ આવ્યા હતા, જેમાં એક પાસે લાકડી હતી. તેણે પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું હતું અને ગાયને બાંધેલી રસ્સી કાપવા માંડ્યો હતો, જેથી તેને રોકવામાં આવ્યો હતો. તેને રોકવામાં આવતા તેણએ ઢોર પાર્ટીના કર્મચારીઓને લાકડી મારવાનું શરૂ કરી દીધું. અને ગાડીના ચાલકને તેણે માથામાં પથ્થર માર્યો હતો. જેથી તેઓ હરણી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ વડોદરામાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો કરીને ગાયો છોડાવી જવાની ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી.

RELATED ARTICLES

Most Popular