Homeગુજરાતવરસતા વરસાદ વચ્ચે ચોટીલા પોલીસની સરાહનીય કામગીરી

વરસતા વરસાદ વચ્ચે ચોટીલા પોલીસની સરાહનીય કામગીરી

સાતમ આઠમનો તહેવાર હોય જુદા જુદા ધર્મસ્થળોએ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જઈ રહ્યા છે. ચોટીલામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા. ઉપરાંત અમદાવાદ-રાજકોટ વચ્ચે ચોટીલા હાઈવે મુખ્ય હાઈવે હોય અહીંથી મોટી સંખ્યામાં વાહનચાલકોની અવરજવર થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોટીલામાં પણ ધોધમાર વરસાદ વરસતા દર્શને આવેલા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો. જો કે વરસતા ધોધમાર વરસાદમાં ચોટીલા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી.

 ધોધમાર વરસાદ વચ્ચે ચોટીલા પોલીસની સરાહનીય કામગીરી

 સાતમ આઠમના તહેવારમાં હાઈવે પર ટ્રાફિકની વ્યવસ્થા ન ખોરવાઈ તે માટે ચોટીલા પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જેમાં વરસાદ વરસતા પોલીસની મુસીબત વધી ગઈ. જો કે વરસતા વરસાદમાં ચોટીલા પોલીસનો સ્ટાફ ખડેપગે ટ્રાફિક નિયમન કરતો જોવા મળ્યો. જેમાં ચોટીલા પોલીસ મથકના મહિલા પીઆઈ આઈ.બી. વલવી પણ જોડાયા હતા. પલળતી વર્દીએ તેઓ ટ્રાફિક નિયમન કરતા જોવા મળ્યા. આવતા જતા લોકો પણ તેમની કામગીરીની સરાહના કરી રહ્યા છે. મહત્વનું છે કે ચોટીલામાં આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો. સાંજ સુધીમાં ચોટીલામાં આશરે સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે.

RELATED ARTICLES

Most Popular