પેરિસ ઓલિમ્પિક 2024 હવે અંતિમ પડાવ તરફ છે. ટૂર્નામેન્ટના 14 દિવસ પૂરા થઈ ગયા છે. જો કે કરોડો ભારતીયો એક નિર્ણયની રાહ જોઈને બેઠા છે કે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે કેમ? શનિવાર સવારથી વિનેશ ફોગાટના કેસમાં રમત આર્બિટ્રેશનના નિર્ણયની રાહ જોઈ રહેલા કરોડો ભારતીયોએ હજુ એક દિવસ વધુ રાહ જોવી પડશે. આ નિર્ણય શનિવારે 9:30 વાગ્યા સુધીમાં લેવાનો હતો, પરંતુ હવે આ નિર્ણય રવિવારે કરવામાં આવશે. વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે અંગેનો નિર્ણય રવિવારે લગભગ 9.30 વાગ્યા સુધીમાં આવશે.

આ પહેલા મહિલા ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં રિતિકા હુડ્ડાએ કિર્ગિસ્તાનની એઈપેરી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રિતિકાને હવે રિપેચેજથી આશા હશે. બીજી તરફ ગોલ્ફમાં મહિલાઓની વ્યક્તિગત ફાઈનલ મેચમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર તેનું કૌશલ્ય બતાવશે.
આ પણ વાંચો – કાચબાને મોં માં નાખી દઈ મગરે કર્યો ખાવાનો પ્રયાસ; પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની અત્યાર સુધીની સફર મિશ્ર જોવા મળી છે. દેશને કુલ 6 મેડલ મળ્યા છે. જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિક સીઝનમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2020માં જોવા મળ્યું હતું. એ વખતે ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. પરંતુ આ વખતે એક મેડલ ઓછો મળ્યો છે.