જો તમે બહાર મેળામાં કે કોઈ જગ્યાએ ફરવા જાવ અને ત્યાં મળતી વસ્તુ ખાવાની બાળક જીદ કરે તો એ વસ્તુ ખવડાવતા જરા સાવચેતી રાખજો. નહીં તો તમારે પસ્તાવું પડી શકે છે. તમિલનાડુમાં બનેલી એક ઘટના બાળકને મનગમતી વસ્તુ ખવડાવતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. તમિલનાડુમાં સ્મોક બિસ્કિટ નામનું સ્નેક્સ પીધા બાદ બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે.
તમિલનાડુના ચેન્નઈમાં એક પરિવાર મેળામાં ફરવા ગયો હતો.જ્યાં પરિવારના બાળકે સ્મોક નાઈટ્રોજન સ્મોક્ડ બિસ્કિટ નામથી ધૂમાડા નીકળતા સ્નેક્સ જોયા અને પોતે પણ એ પીવાની માગ કરી. માતાપિતાએ તેની વાત માનીને સ્મોક બિસ્કિટનો ઓર્ડર કર્યો. વેચનારે તેને ગ્લાસમાં ભરીને સ્નેક્સ આપ્યું અને ધૂમાડા નીકળતા એ સ્નેક્સ પીધા બાદ બાળકને તકલીફ થવા લાગી તે બૂમો પાડવા લાગ્યો અને થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું.
જુઓ વીડિયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર પર આ વીડિયો શેર કરતા અને લોકો આવા સ્નેક્સ પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે. એક વ્યક્તિએ આ વીડિયો ટ્વીટર પર શેર કરતા લખ્યું કે આવી રીતે વેચાતા સ્મોક બિસ્કિટના નામના સ્નેક્સ પર જલ્દી પ્રતિબંધ લાગવો જોઈએ. ધૂમાડા જોઈને બાળકો આ સ્નેક્સ ખાવા માટે લાલાયિત થઈ જાય છે. પરંતુ આવા સ્નેક્સમાં લિક્વિડ નાઈટ્રોજન નાખવામાં આવે છે જે લોકોના જીવ માટે જોખમી હોય છે. તમિલનાડુ સરકારે આવા સ્નેક્સ પર જલ્દી પ્રતિબંધ લાગુ કરે.