Homeગુજરાતકડીમાં ચાવડા વિરુદ્ધ ચાવડા લડશે ચૂંટણી; વિસાવદરમાં જામશે ખરાખરીનો જંગ

કડીમાં ચાવડા વિરુદ્ધ ચાવડા લડશે ચૂંટણી; વિસાવદરમાં જામશે ખરાખરીનો જંગ

ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. કડી અને વિસાવદર. ત્યારે બંને બેઠક જીતવા માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. વિસાવદર બેઠક માટે ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. કિરીટ પટેલ ખેતીકામ અને બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. તેમજ APMC તાલાળા અને APMC જૂનાગઢના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે.

વિસાવદર બેઠક પર કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઈટાલિયા મેદાનમાં છે.ત્યારે આ બેઠક પર હવે રસાકસીનો જંગ જામશે તે નક્કી છે.

કડી વિધાનસભાની વાત કરીએ તો કડી બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયા સામે જીત મેળવી હતી. જોકે, 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા. રમેશ ચાવડા સામે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કડીમાં કોણ જીતશે તે હાલ કહેવું મુશ્કેલ છે.

RELATED ARTICLES

Most Popular